Updates
Thought || સત્યમ વદ || ધર્મમ ચર || મારા વિચારો અને સંશોધન ||

Articles & Research

✒️
⚠️ કાયદાકીય અસ્વીકરણ (Legal Disclaimer)

૧. આ સંશોધન અહેવાલ સંપૂર્ણપણે શ્રી મહાપ્રભુજીના મૂળ ગ્રંથો અને વચનામૃતો પર આધારિત છે. પ્રસ્તુત લેખનો હેતુ માત્ર શાસ્ત્રીય સત્ય ઉજાગર કરવાનો છે, કોઈપણ વ્યક્તિ, સંસ્થા, હવેલી, ટ્રસ્ટ કે સંપ્રદાયના આચાર્ય ની ભાવના દુભાવવાનો લેખકનો લેશમાત્રપણ હેતુ નથી.

૨. આ એક સ્વતંત્ર સંશોધન છે. વાંચકે આમાં રજૂ કરેલા તથ્યોનું અર્થઘટન કરતી વખતે સ્વયંની વિવેક બુદ્ધિ (Self-Discretion) નો ઉપયોગ કરવો.

🛡️ © Copyright Warning: આ આર્ટિકલના તમામ કોપીરાઈટ લેખક (સિસોદિયા ભાર્ગવસિંહ) ને આધીન છે.
✒️ Research Report

પુષ્ટિમાર્ગ માં ગૃહ સેવા

વર્તમાન સમયમાં 'ગૃહ સેવા' અને 'હવેલી સેવા' વચ્ચેના તફાવત વિશે ઘણી ગેરસમજણો છે. સ્વમાર્ગીય સિદ્ધાંત તો સ્પષ્ટ જ છે: "નિજ ગૃહ માં નિજ સેવ્ય ની જ સેવા". સેવા તો માત્ર અને માત્ર 'નિજ ગૃહ' (પોતાના ઘર) માં પોતાના જ તન અને પોતાના જ ધન થી કરવી તેજ સિદ્ધાંતસંમત અને પુષ્ટિમાર્ગીય રીત અનુસાર છે. આ સંશોધન અહેવાલ ષોડશ ગ્રંથોના આધારે સિદ્ધ કરે છે કે, 'ગૃહ સેવા' જ એકમાત્ર શાસ્ત્રસંમત માર્ગ છે.

સંપૂર્ણ લેખ વાંચો
🕒 13:00

કાળના પ્રવાહમાં અડીખમ એક અસ્ખલિત ધારા: સૂર્યવંશ, મેવાડ અને સિસોદિયા કુળનો દિવ્ય ઇતિહાસ

ઇતિહાસ એટલે માત્ર વીતી ગયેલા સમયનો શુષ્ક દસ્તાવેજ નહીં, પરંતુ વર્તમાનની નસોમાં વહેતું ધબકતું રક્ત. જ્યારે કોઈ વંશનો ઇતિહાસ સૃષ્ટિના સર્જનથી શરૂ થઈને આજના આધુનિક યુગ સુધી અવિરત વહેતો હોય, ત્યારે તે માત્ર એક પરિવારની કથા રહેતી નથી; તે સમગ્ર માનવજાત, ધર્મ, આદર્શ અને અદમ્ય શૌર્યનો એક પવિત્ર મહાગ્રંથ બની જાય છે.

સંપૂર્ણ લેખ વાંચો